આખરે બનાસ કાંઠા જીલ્લાના થરાદમાં તીડના ટોળાનો સફાયો કરી દેવાયો છે અને આગામી સમયમાં ખેડુતોની મુશ્કેલીમાં ઘટાડો થવાનાં સંકેત છે. બનાસકાંઠા જીલ્લાના તીડ ગ્રસ્ત વિસ્તારોમાં હજારો લીટર જંતુનાશક દવાનો છંટકાવ કરાતા મોટા ભાગના તીડનો નાશ થઈ ગયો છે જેનાથી હવે અહીથી બીજે જવાની શકયતાઓ દેખાતી નથી અચાનક આવી ચડેલા તીડના સફાયા માટે અંદાજે 5 હજાર લિટર દવાનો છંટકાવ કરાયો છે રાજયમાં બનાસકાંઠા,સાબરકાંઠા, મહેસાણા થઈને હવે કચ્છના કેટલાંક રણ તરફના તાલુકામાં પણ તીડના ટોળાએ આક્રમણ કરીને ખેડૂતોના પાકને મોટુ નુકસાન કરી દીધુ હતુ બીજી તરફ રાજય સરકાર પણ આ કુદરતી આક્રમણ સામે મેદાનમાં આવીને ખેડૂતોની મદદે આવી હતી બનાસ કાંઠા જિલ્લા ના રાડકા અને આસપાસ ના ગામોમાં તીડ નિયંત્રણ માટે રાજ્ય સરકાર ના કૃષિ વિભાગ દ્વારા દવા છંટકાવ શરૂ કરી દેવાયો હતો .આ પહેલા તીડના ટોળાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વિસ્તારમાં થયેલા તીડના આક્રમણના પગલે ખેડૂતો માટે ઉભી થયેલી સમસ્યા સંદર્ભે સરકાર અત્યંત ચિંતિત છે. અને સરકારથી મદદના બનતા તમામ પ્રયાસો કરાશે.
સરકારે તીડના ટોળા પર નિયંત્રણ કરવા માટે દવા છંટકાવ સહિતની કામગીરી શરુ કરી દીધી હતી સાથે સાથે એ પણ જાહેર કર્યું છે કે તીડના આ હુમલાથી ખેડૂતોને પાક કે ખેતી સંદર્ભમાં થયેલા નુકસાનીનો સર્વે કરીને સંભવ જેટલી સહાય ચુકવવાની થાય તે આપશે. તીડના ટ્રેકિંગ માટે કુલ ૨૭ ટીમોની રચના કરીને કામે લગાડાઈ હતી અને લોકસ્ટ કંટ્રોલ ટીમની મદદથી કુલ ૧૮૧૫ હેક્ટરમાં જંતુનાશક દવા મેલાથીઓન 96% નો છંટકાવ કરી નિયંત્રણ કરવાનો દાવો કરાયો છે