સુરતની પીપલોદની બર્થ-ડે પાર્ટીનાં રંગમાં ભંગ- 14ની ધરપકડ

પાર્ટીના રંગમાં ભંગ- પોલીસે 14 ની કરી ધરપકડ

સુરતના પીપલોદ વિસ્તારના ચાલી રહેલી પાર્ટીમાં પોલીસે રેડ પાડીને 14 લોકોને ઝડપી લીધા હતા. સુકૃતિ એપાર્ટમેન્ટમાં નાતાલની મોડી રાત્રે એક બર્થ ડે પાર્ટીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની ઉમરા પોલીસને બાતમી મળતા દરોડા પાડયા હતાં . પોલીસે પુત્રની બર્થ-ડે પાર્ટી યોજનારા પિતા સહિત 14 જણાને દારૂના નશામાં ઝડપી પાડતા તમામ નશો ઉતરી ગયો હતો. પોલીસે સ્થળ પરથી 20 જેટલી લીકરની બોટલો કબ્જે લીધી છે. પોલીસે આ પાર્ટીની તપાસ કરતા માહીતી બહાર આવી છે કે શૈલેષ ઉર્ફે બંટી રમેશ પરદેશીએ તેના પુત્રનો બર્થ-ડે હોવાથી પાર્ટી આપી હતી. જેમાં તેના મિત્રોને પણ બોલાવ્યાં હતા. તમામ લોકોની સ્થળ પરથી અટકાયત કરીને બ્લડ સેમ્પલ સહિતની કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *