વડોદરા પરથી પૂરનું સંકટ ટળ્યું વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી

સમગ્ર ગુજરાતમાં મેઘ મહેર જારી છે. રાજયના 140થી વધુ તાલુકામાં વરસાદ છે ત્યારે વડોદરામાં પુરનુ સંકટ ટળી ગયુ છે. આજવા સરોવરના 62 દરવાજા 15 ઓગસ્ટે રાત્રે 12 વાગે 212 ફૂટે સ્થિર કરી દેવામાં આવતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થઇ રહ્યો છે. જોકે, વિશ્વામિત્રી નદીની સપાટી સાંજે 7 વાગ્યે ઘટીને 21 ફૂટે પહોંચી ગઇ છે. જેથી હાલ પૂરતુ સંકટ ટળ્યું છે. રાત્રે 12 વાગે વિશ્વામિત્રી નદીની સપાટી 24 ફૂટની નજીક પહોંચી ગઇ હતી. જોકે, શનિવારે સાંજે 6 વાગ્યાથી વરસાદે વિરામ લેતા તંત્રએ અને વિશ્વામિત્રી નદી કિનારાના લોકોએ રાહત અનુભવી હતી. બીજી બાજુ નિયમ પ્રમાણે આજવા સરોવરના 62 દરવાજા રાત્રે 12 વાગે 212 ફૂટ બંધ કરી દેવાતા વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક બંધ થઇ ગઇ હતી. પરિણામે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ક્રમશઃ ઘટાડો થવાની શરૂઆત થઇ હતી. સાંજે 7 વાગ્યે વિશ્વામિત્રી નદીની સપાટી 21 ફૂટે પહોંચી ગઇ હતી. દર વરસની જેમ આ વખતે પણ વિશ્વામિત્રી નદીના શિકાર કાંસા રેસિડેન્સી અને કોટેશ્વર ગામના લોકો બન્યા છે દર વરસે અહી પુર આવે છે. આ વખતે પણ વિશ્વામિત્રી નદીના પાણીથી અસરગ્રસ્ત છે. ભારે વરસાદના પગલે ફાયર બ્રિગેડ દ્વારા કાંસા રેસિડેન્સીના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *