નીતિશ કુમાર 7મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે

બિહારમાં નવા મુખ્યમંત્રી નક્કી થઈ ગયા છે. રવિવારે યોજાયેલા NDAની બેઠકમાં નીતિશ કુમારને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે પસંદ કરાયા છે સોમવારે તે રાજભવનમાં સાંજે 4 વાગ્યે 7મી વખત મુખ્યમંત્રી પદના શપથ લેશે. NDAની બેઠક પહેલા JDUની બેઠક પણ યોજાઈ હતી. બેઠકમાં રાજનાથ સિંહ, બિહારના ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ અને બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ હાજર રહ્યાં.ડેપ્યુટી સીએમ અંગે હાલ દાવપેચ ફસાયેલો છે. તો આ તરફ નીતિશે બેઠક પછી રાજ્યપાલ ફાગુ ચૌહાણ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે. બીજી તરફ નાયબ મુખ્યમંત્રી કોણ હશે તેના પર સસ્પે્ન્સ યથાવત છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *