એકતાના પુત્ર રવિની પ્રથમ બર્થ ડે સેલિબ્રેશન

એકતા કપુરે પોતાના પુત્ર રવિની પ્રથમ બર્થ ડે સેલિબ્રેટ કરી

ટીવી સિરિયલ નિર્માણની કવીન અને નિર્માતા એકતા કપૂરે પોતાના પુત્ર રવિનો પ્રથમ બર્થ ડે 26મી જાન્યુઆરીએ ઉજવ્યો. આ ઉજવણી કોઈ મોટી વાત નહોતી પણ સૌ પ્રથમ વાર પોતાના પુત્રનો ફેસ મિડીયા સામે આવ્યો તે વાત મોટી છે. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે સરોગેસી દ્વારા એકતાના ઘરમાં પુત્રનો જન્મ થયો હતો

તુષાર કપુર પુત્ર લક્ષ્ય સાથે

આ પહેલા તેમના ભાઈ તુષાર કપૂરે સરોગસીની મદદ લીધી હતી. તેમનો પુત્ર લક્ષ્ય પણ આ જ રીતે દુનિયામાં આવ્યો છે. અત્યાર સુધી સરોગસી માતા એકતા કપૂરે કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તેના પુત્રની વાત કરી હતી પણ ફોટો શેર કર્યો નહોતો. હવે રવિના પ્રથમ બર્થ ડેની ઉજવણી મુંબઈમાં કરાઈ જેમાં રિતેશ દેશમુખ તેની પત્ની જેનેલિયા સાથે આવ્યો હતો આ ઉપરાંત અનેક સેલેબ્રીટી પોતાના સંતાન સાથે હાજર રહી હતી. એકતા કપૂર પહેલા ડાયરેકટર કરણ જોહર, તુષાર કપૂર, ફરાહ ખાન, આમિર ખાન, શાહરુખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઝ સરોગેસી દ્વારા માતાપિતા બન્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *