નવા વરસે સલમાનના ફેન્સ માટે મોટી ખુશખબર છે. આગામી ઈદમાં સલમાન ખાનની ફિલ્મ રાધે મોસ્ટ વોન્ટેડ રિલિઝ થશે.દર વરસની ઈદમાં સલમાનની નવી ફિલ્મ અચુક રિલિઝ થાય છે. હાલમાં સલમાન ખાનની આ ફિલ્મનુ શુટીંગ મુંબઈ, ગોવા અને દુબઈમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં એકશન ભરપુર છે અને કરોડોનો ખર્ચ માત્ર એકશન બતાવવા માટે થઈ રહ્યો છે સલમાન ખાનની સાથે સાથે દિશા પટણી અને રણદીપ હુડ્ડા પણ છે. ફિલ્મમાં સૌથી મહત્વનુ આર્કષણ છે લાસ્ટનો વીસ મિનિટની ફાઈટ સિકવ્લ. નિર્માતા પ્રભુ દેવાએ અંતિમ દ્રશ્યોને જબરદસ્ત બનાવવા હેવી વીએફએકસનો ઉપયોગ કર્યો છે. આ માટે સાડા સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. ફિલ્મમાં સ્પેશ્યલ મોઘી લાઈટો પર ખાસ ભાર મુકાયો છે.