મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે ગાંધીનગરના ગિફ્ટ સિટી માં યોજાઇ રહેલા ક્રેડાઈ ગાંધીનગર આયોજિત પ્રોપર્ટી શો ની મુલાકાત લીધી હતી.


તેમણે લોકોને સરળતા એ સુવિધા યુક્ત આવાસો માટે પસંદગીનો વિકલ્પ મળી રહે તે માટે આવા પ્રોપર્ટી શો એક સક્ષમ પ્લેટફોર્મ ગણાવ્યા હતા.
સૌને આવાસ માટેની પ્રધાન મંત્રી આવાસ યોજના માં પણ આવાસ નિર્માણ કારો નો સહયોગ મળે તેવી અપેક્ષા મુખ્ય મંત્રી શ્રી એ વ્યક્ત કરી સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ થી વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવા આહવાન કર્યું હતું.
ગાંધીનગર ના મેયર હિતેશ મકવાણા, શહેર પ્રમુખ રુચિર ભટ્ટ અને ક્રેડાઇ ગાંધીનગર ના હોદેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *