ચાઈનાથી પ્રસરેલા કોરોના વાયરસના બે સંભવિત કેસ ભારતમાં જોવા મળ્યા છે જેને લઈને હવે આયુષ મંત્રાલયે બચાવ માટે એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. જેને લેવાથી ગંભીર પરિણામોની અસરથી બચી શકાય છે. આ હોમીયોપેથીક દવાનુ નામ છે આર્સેનીક એલ્બમ-30. સેન્ટ્રલ કાઉન્સીલ ફોર રિસર્ચ ઈન હોમિયોપેથીના વૈજ્ઞાનિક સલાહકાર બોર્ડે કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે હોમિયોપેથીની ”આર્સેનિક એલ્બમ-૩૦”ને ત્રણ દિવસ ખાલી પેટે લેવાથી કારગર સાબીત થતી હોવાનું માન્યુ છે. આ ડોઝ ફરી એક માસ બાદ લઈ શકાય છે. વાયરસ ઉપરાતં ઈન્ફલુએન્ઝા જેવી બિમારીને રોકવા પણ આ દવાનો ડોઝ ઉપયોગી છે. આયુષ મંત્રાલય મુજબ તુલસી, મરી અને પિપળ જેવી આર્યુવેદિક જડીબુટીઓ લોકોનો બચાવ કરી શકે છે. યુનાની દવાઓમાં શરબત ઉન્નાબ, તિર્યક અર્બા, તિર્યક નજલા, ખમીરા માર્વારિદ જેવી દવાઓ લેવાની સલાહ અપાય છે. એડવાઈઝરીમાં લોકોને ગંદકીની જગ્યામાં છોડીને સાફ સફાઈવાળી જગ્યાએ રહેવુ વધુ હિતાવહ માન્યુ છે. યુનાની ડોકટરોએ કોરોના વાયરસથી બચાવ માટે સુપાચ્ય, હળવો અને નરમ આહાર લેવા જણાવ્યું છે.