કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારામને બજેટમાં એલઆઈસીમાં સરકારનો હિસ્સો વેચવાના નિર્ણયને લઈને દેશભરમાં ઉગ્ર પડઘા પડયા છે. સરકારના આ નિર્ણયની સામે એલ. આઇ. સી. કર્મચારીઓના રાષ્ટ્રીય સ્તરના સંગઠન ઓલ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ એમ્પ્લોઇઝ એસોસીએશન તથા બીજા સંગઠનોએ ભારે વિરોધ વ્યકત કર્યો છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં એલ. આઇ. સી. ઓફ ઇન્ડીયાના કર્મચારીઓ દ્વારા એક કલાકની પ્રતિક હડતાલનું કરશે. હાલમાં ભારત સરકાર એલ. આઇ. સી. માં ૧૦૦ ટકા માલિકી હકક ધરાવે છે. એલ. આઇ. સી. ના વિમા ધારકોની ઘરેલુ બચત દેશના વિકાસ અર્થે મુડીનું સર્જન કરી રહેલ છે. અને એ મુડીનો ઉપયોગ દેશના વિકાસમાં યોગદાન આપી રહયો છે. એલ. આઇ. સી.નું માતબર પ્રદાન પંચ વર્ષીય યોજનાઓ, સામાજીક ક્ષેત્રોમાં ૮૦ ટકા સુધીનું મુડી રોકાણ, જે પાછલા ૬૮ વર્ષોથી અવિરત ચાલુ રહેલ છે, એને સરકારના આ પગલાથી મોટો ફટકો પડે તેમ છે. ભારત સરકાર કરવેરાની ઘટતી જતી આવકના કારણે નાણા ભીડનો અનુભવ કરી રહી છે ત્યારે એલ. આઇ. સી. માં સરકારના એક હિસ્સાને ખાનગી હાથોમાં વેંચી મારવાનું પગલુ મોટુ નુકસાનકારક સાબિત થઈ જવાની શકયતા છે.