નવી દીલ્હીમાં યોજાયેલા ઓટો એક્સપોમાં ટેલીકોમ ક્ષેત્રની નંબર 1 કંપની રિલાયન્સ જિયોએ એના કનેક્ટેડ વ્હિકલ સોલ્યુશન્સ પ્રસ્તુત કર્યા છે, જે યુઝરને વાહનના પર્ફોર્મન્સ અને અન્ય માપદંડો વિશે ઉપયોગી માહિતી મેળવવામાં મદદરૂપ થઈ શકે છે. આ સોલ્યુશન્સમાં હાર્ડવેર, કનેક્ટિવિટી અને પ્લેટફોર્મ જેવા કમ્પોનેન્ટ સામેલ છે, જે યુઝરની જરૂરિયાતને આધારે સ્કેલિંગની સુવિધા આપશે તેમજ ડેટાની સલામતી પણ પૂરી પાડશે. જિયોએ જણાવ્યું હતું કે, આ સોલ્યુશનોનાં ઇન્સ્ટોલેશન માટે કંપની વ્હિકલ ઉત્પાદકો અને ફ્લીટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે સાથે ચર્ચાવિચારણા કરી રહી છે. પ્લેટફોર્મ યુઝરને રુટ મેનેજમેન્ટ, વ્હિકલ ટેલીમેટિક્સ અને નિદાન જેવા વિવિધ ક્ષેત્રોમાં સુવિધા આપે છે.