યુરોપના વૈભવી ગોલ્ફ રિસોર્ટને મુકેશ અંબાણીએ 592 કરોડમાં ખરીદયો

ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે હોટલ સેક્ટરમાં પણ પ્રવેશનો ઈશારો આપી રહ્યાં છે. 592 કરોડના ખર્ચે સ્ટોક પાર્કને ખરીદી લીધો છે જે આશરે 900 વરસ જૂની પ્રોપર્ટી મનાઈ રહી છે. આ બિલ્ડીગમાં 49 રૂમ અને 49 બેડરુમ છે. અગાઉ તેમણે 2019માં પણ બ્રિટનમાં એક ડીલ કરી હતી. જેમાં તેમણે બ્રિટનની 260 વર્ષ જુની ટોય સ્ટોર ચેન હેમ્લિઝને ખરીદી લીધી હતી. એ પછી બ્રિટનમાં તેમની આ બીજી મોટી ડીલ છે. મુકેશ અંબાણીએ બ્રિટનમાં આવેલા ગોલ્ફ રિસોર્ટ અને કંટ્રી ક્લબ સ્ટોક પાર્કને લગભગ 592 કરોડ રુપિયામાં ખરીદી લીધો હોવાના અહેવાલો મળ્યા છે. આ ગોલ્ફ રિસોર્ટ માત્ર બ્રિટન જ નહીં પણ સમગ્ર યુરોપના સૌથી પોશ રિસોર્ટ તરીકે જાણીતો છે. સ્ટોક પાર્ક રિસોર્ટમાં જેમ્સ બોન્ડની ગોલ્ડ ફિન્ગર, ટુ મોરો નેવર ડાઈ સહિતની હોલીવૂડની સંખ્યાબંધ ફિલ્મોના પણ શૂટિંગ થયા છે. આ રિસોર્ટ 300 એકરમાં ફેલાયેલો છે અને અહીંયા રહેવા માટે 49 રુમો છે. ફાઈવ સ્ટાર રિસોર્ટમાં અનેક સુવિધા છે સૌથી પહેલા રિસોર્ટની માલિકી કિંગ પરિવાર પાસે હતી.જે રિસોર્ટને વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી કોઈ કંપનીને શોધી રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *