નકલી સોના-ચાંદી અને નકલી તથા ચીલ્ડ્રન્સ બેન્કની નોટો થકી છેતરપીંડી કરનાર ટોળકીને મુદ્દામાલ સાથે પકડી પાડતી ગુજરાત એ.ટી.એસ

ગુજરાત એ.ટી.એસ.ને બાતમી મળેલ હતી કે ‘કેટલાક ઇસમો સંગઠીત ગુનાહહત ટોળકી બનાવી નકલી સોના-ચાંદી અને નકલી તથા ચીલ્ડ્રન્સ બેન્કની નોટો થકી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરી રહેલ છે અને તેઓનો આ કારોબાર આણંદ જીલ્લા થી નવસારી જિલ્લા સુધી ફેલાયેલ છે’. સદર સંગઠત ગુનાની બાતમી ઉપર ગુજરાત એ.ટી.એસ. ના પો.ઇન્સ. શ્રી વી.એન.વાઘેલા, પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી એ.આર.ચૌધરી નાઓએ વર્કઆઉટ કરી ઇન્ટેલીજન્સ જનરેટ કરેલ કે ઉપરોક્ત બાતમીમાં જણાવેલ ટોળકીના સભ્યો સુરતના અમરોલી ખાતેની તેમની ઓફીસમાં ભેગા થવાના છે.

જે ઇન્ટેલીજન્સ આધારે ગુજરાત એ.ટી.એસ.ના પો.ઇન્સ. શ્રી વી.એન.વાઘેલા, પો.ઇન્સ. શ્રી સી.એચ.પનારા, પો.સ.ઇ.શ્રી બી.ડી.વાઘેલા, પો.સ.ઇ.શ્રી એ.આર.ચૌધરી, હે.કો. અજયકુમાર કાળીદાસ, પો.કો. જતીનકુમાર હરીશભાઇ, પો.કો. મો.અંજુમ મંજુર હુસેન, પો.કો. ખેંગાર રમેશ, પો.કો. અમીન અહેમદ મુબીન અહેમદ, પો.કો. હરવીંદરસસિંગ અજૈબસીંગ નાઓની ટીમે સુરત એસ.ઓ.જી.ની ટીમને સાથે રાખી ઉપરોક્ત અમરોલી, સુરત ખાતે રેઇડ પાડતા છ ઇસમો નામે (૧) મનસુખભાઇ ઉફે મનીષ પરસોત્તમભાઇ ઉમરેઠીયા ઉ.વ/૫૫ ધંધો.જમીન દલાલી રહે.ફ્લેટ નં.બી/૩૦૮, શ્યામસુંદર એપાટકમેન્ટ, છાપરાભાઠા રોડ, અમરોલી, સુરત શહેર મુળ.મોટીમોલી ગામ તા.ઉના જી.સોમનાથ (ર) પીયુષ મનસુખભાઇ ઉફે મનીષ ઉમરેઠીયા ધંધો.જમીન દલાલી રહે.એજન (૩) મુકેશ ઉફે કાનો ઝીણાભાઇ સરવૈયા ધંધો.રાઇવીંગ રહે.ઘર નં.૩૧, ગોકુલનગર સોસાયટી, રચના સકકલ પાસે, કાપોદ્રા, સુરત શહેર મુળ.નેસડી ગામ, તા.સાવરકુંડલા જી.અમરેલી. (૪) જયસખુ ડાહ્યાલાલ બારડ ધંધો ડ્રાઇવિંગ રહે ફ્લેટ નં. ૩૦૨, ક્રુષ્ણકુંજ કોમ્પલેક્ષ, ભગુનગર પાસે, છાપરાભાઠા રોડ, અમરોલી શહેર માલુ બ્લોક નં ૨૩, રૂમ નં ૦૮,આવાસ કોલોની,ખોડીયાર કોલોની પાસે, ખંભાળીયા રોડ, જામનગર. (૫) નરેશભાઇ ઉફે ભાવેશ ઉફે હરેશ મોહનભાઇ આહીર ધંધો નોકરી રહે. હરીધામ સોસાયટી, ભીખાભાઇ લાડુમોર નાઓના મકાનમા,અર્ચના સ્કુલની બાજુમા, પણું ગામ, સુરત શહેર મળુ .રીંગણીયા ગામ,મહાદેવ મંદિર પાછળ તા.રાજુલા જી.અમરેલી. (૬) પરેશભાઇ ઉફે પ્રકાશભાઇ ખુશાલભાઇ પરમાર ધંધો જમીન દલાલી રહે ફ્લેટ નં સી/૦૨/૧૦૫, સયુંકવાદ અપાર્ટમેન્ટ, પાલનપરુ જકાતનાકા, રાદેર, સુરત શહેર મુળભરન-દિયણ ગામ તા.અંકલેશ્વર જી.ભરૂચ નાઓની સગંઠીત ગુનાહિત ટોળકીને રૂ. ૫૦૦ અને રૂ. ૨૦૦૦ ના દરની ૪ કરોડની નકલી નોટો તથા ૫૦ નકલી ગોલ્ડ અને ૧૦ નકલી સિલ્વરની લગડીઓના જથ્થા સાથે પકડી પાડેલ.તથા પ્રાથમીક પછૂ પરછ દરમ્યાન જાણવા મળેલ છે કે આ આરોપીઓ સગંઠીત ગુનાહિત ટોળકી બનાવી સદર નોટોના બડંલો લોકોને અસલ ચલણી નોટો તરીકે આપી છેતરપીંડી કરવાની તથા મળી આવેલ ગોલ્ડ તથા સિલ્વરની લગડીઓ લોકોને સવડીયો કોલ કરીને અસલ સોનાના તથા અસલ ચાંદીના બીસ્કીટ તરીકે બતાવી લોકોને અસલ સોના તથા ચાંદીના ભાવે આપી લોકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીંડી કરવાની તજવીજમાં હતા. તેમજ ભારતીય ચલણી નોટોની કલર પ્રિન્ટ વાળા બડંલોને અસલ ચલણી નોટો તરીકે ચલણમા ચલાવવાના હતા અને ભારતીય ચલણી નોટોની બીજી કલર પ્રિન્ટ કાઢી ચલણમા ચલાવવા માટે કોરા કાગળો કાપીને બડંલો પણ તૈયાર રાખેલ હતા. આમ આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સારૂ ગુજરાત એ.ટી.એસ. દ્વારા આમરોલી પોસ્ટ ખાતે ઇ.પી.કો. કલમ ૪૮૯(ક)(ખ)(ગ)(ચ), ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૧૨૦(બી) મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. જે ગુનો નોંધી સુરત પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *