રાજ્ય સરકાર દ્વારા વધારાની પ્રવાહી ઓક્સિજન ટેન્ક ઉપલબ્ધ

રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ઓકિસજનની માંગ વધી રહી છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના શરીરમાં રહેલું ઓક્સિજનનું પ્રમાણ એકાએક ઘટવા લાગે ત્યારે આવા પ્રકારના દર્દીઓને માસ્ક અથવા વેન્ટીલેટર દ્વારા ઓક્સિજન આપવાની તાકીદે જરૂરિયાત પડે છે. કોરોનાની વર્તમાન સ્થિતિ અને દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યનો કોઇપણ નાગરિક સારવાર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતથી વંચિત ન રહી જાય તે માટે તમામ પ્રકારની સુવિધાઓ ત્વરિત ઉપલબ્ધ કરાવાઈ છે દિવાળીના તહેવારો બાદ હાલ અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી છે. અહીં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા સિવિલ મેડિસીટીની કોરોના ડેડિકેટેડ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનની પુરતી ક્ષમતા ઉપલબ્ધ છે. સિવિલ મેડિસીટી સિવિલ હોસ્પિટલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 20 હજાર લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ઉપલબ્ધ છે. જ્યારે નોન કોવિડ હોસ્પિટલમાં પણ 20 હજાર લીટર લિક્વિડ ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *