સુરતમાં બનેલી ડબલ મર્ડરની ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે જેમાં કતારગામ વેડરોડના કુખ્યાત શખ્સ સૂર્યા મરાઠી અને તેના પૂર્વ સાગરીત હાર્દિકના મોત થયા છે. બપોરના સમયે સાત જેટલા હુમલાખોરો હાથમાં ચપ્પુ અને તલવાર લઈને તુટી પડયાં હતા જે તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. પુર્વનિયોજીત કાવત્રુ ઘડીને આવેલા હુમલાખોરોએ સૂર્યા મરાઠી પર ખુની હુમલો કર્યો હતો. એક સમયના જીગરી અને બાદમાં દુશ્મન બની ગયેલા હાર્દિક પટેલ અને સૂર્યા મરાઠીની દોસ્તી દુશ્મનીનો અંત આવ્યો હતો. સૂર્યા મરાઠી મનુ ડાહ્યાં હત્યા કેસમાં આરોપી હતો અને 5 દિવસ પહેલાં જ જેલમાંથી છુટયો હતો. આ સમયે હાર્દિક પટેલ અને તેના સાગરિતોએ સૂર્યા પર હુમલો કર્યો હતો સામસામે થયેલી મારામારીમાં હાર્દિકને પણ છરીના ઘા વાગતા ગંભીર ઘાયલ સ્થિતિમાં હોસ્પિટલમાં લઈ જવાયાં હતાં જયાં બન્નેના મોત થયાં હતાં. પોલીસે સીસી ટીવી ચેક કરતાં તેમાં હુમલાખોરો સાફ સાફ હુમલો કરીને બહાર નીકળતા દેખાઈ આવ્યાં હતાં. હુમલાખોરોના શર્ટ પર લોહીના દાગ સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળ્યાં હતાં. વેડ રોડ પર આવેલી સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં હત્યા કરીને હુમલાખોરો ફરાર પણ થઈ ગયાં હતાં. પોલીસે નાસી છુટેલા હત્યારાઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરુ કરી છે.