પાક કોર્ટે હાફીઝને ટેરર ફન્ડીંગ કેસમાં 5 વર્ષની સજા ફટકારી

પાકિસ્તાનની કોર્ટે આખરે રહી રહીને આતંકવાદી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફીઝ સઈદને લાહોરની કોર્ટે 5 વર્ષની કેદ તેમજ 15 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. તેના વિરુદ્ધ લાહોર અને ગુજરાંવાલાના કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટે કેસ ફાઇલ કર્યા હતા. આ કેસને લાહોર હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હતો. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન પર ઉભા કરેલા દબાણનાં પગલે પાકિસ્તાન સરકારે હાફીઝની 7 મહિના પહેલા ધરપકડ કરી હતી. બાદમાં તેની સામે અલગ અલગ મુદ્દાઓ પર 20થી વધુ ફરિયાદો નોધી હતી. સૌથી મોટો આરોપ તેના પર ફંડીગના ગેરકાયદે ઉપયોગનો હતો. જમાત ઉદ દાવા NGO તેમજ અલગ અલગ ટ્રસ્ટ દ્વારા પૈસા ઉઘરાવીને તેનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓને ફન્ડિંગમાં કરતું હતું. હફીઝ સૈયદે અલ અનાફ ટ્રસ્ટ, દાવાતુલ ઇર્શાદ ટ્રસ્ટ, મુઆઝ બિન જબાલ ટ્રસ્ટ જેવા ઘણા ટ્રસ્ટ બનાવી રાખ્યા હતા. આ બધા NGOને ગત વર્ષે એપ્રિલમાં પ્રતિબંધિત કરાયાં હતાં. ભારતમાં થયેલા અનેક આંતકી હુમલામાં હફીઝ સૈયદનો સીધો હાથ હોવા છતાંય પાકિસ્તાન કોઈ કાર્યવાહી કરતુ નહોતુ અનેક વાર પુરાવાઓ આપવા છતાંય પાકિસ્તાનમાં તે બિન્દાસ્ત ફરતો હતો અને ભારત વિરુધ્ધ ભાષણો કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *