આઈસીસીએ બુધવાર બેસ્ટમેનોની ટેસ્ટ રેકિંગ જાહેર કરી હતી. ટોપ 10માં કેપ્ટન કોહલી સહિત ત્રણ ભારતીયનો સમાવેશ થયો છે. જેમાં રોહિત શર્મા અને ઋષભ પંત નો સમાવેશ થાય છે. જ્યારે ઋષભ પંત ટેસ્ટ કરિયરના બેસ્ટ છઠ્ઠા સ્થાને છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન પ્રથમ, ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ બીજા ક્રમે, ઓસ્ટ્રેલિયાના માર્નસ લબુશેને ત્રીજા અને ઇંગ્લેન્ડનો જો રૂટ ચોથા નંબર પર , વિરાટ કોહલી નંબર 5 , ઋષભ પંત છઠ્ઠા નંબરે જયારે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ 9 મા નંબરે છે. ટોપ ટેનમાં નવોદિતમાં ન્યુઝીલેન્ડના હેનરી નિકોલસ પણ આવી ગયો છે. તે પણ 6 નંબર પર છે. બોલિંગ રેન્કિંગની વાત કરીએ તો ટોચના -10 માં ફક્ત આર અશ્વિન છે. તે પહેલાની જેમ નંબર -2 પર છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર પેટ કમિન્સ ટોચ પર છે. ટોપ -10 માં કોઈ ફેરફાર નથી. ટોપ ટેનમાં 6 નંબર પર આવેલા પંતનો દેખાવ સર્વશ્રેષ્ઠ રહયો છે. ઋષભ પંતે ઇંગ્લેન્ડના 4 અઠવાડિયામાં 280 રન બનાવ્યા. જેમાં સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે.