WhatsAppની મોટી કાર્યવાહી, કંપનીએ ભારતમાં 29 લાખ એકાઉન્ટ પર પ્રતિબંધ મુક્યો

મેટાના ગ્લોબલ ઈન્સ્ટેન્ટ મેસેજીંગ પ્લેટફોર્મ- વ્હોટ્સએપે મોટી કાર્યવાહી કરી છે. વ્હોટ્સએપે ભારતમાં 29 લાખ વ્હોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દીધા છે.

વ્હોટ્સએપ તરફથી બુધવારના રોજ જાન્યુઆરી,2023 માટેનો પોતાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વ્હોટ્સએપે IT નિયમ 2021 પ્રમાણે જાન્યુઆરી,2023માં યુઝર્સની ફરિયાદો તથા વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારતમાં 29 લાખ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે.

કંપનીએ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે 1લી જાન્યુઆરથી 31 જાન્યુઆરી દરમિયાન કંપનીએ 2,918,000 વ્હોટ્સએપ એકાઉન્ટ પર પ્રતિબંધ મુકી દીધો છે. આ પૈકી 1,038,000 એકાઉન્ટ સાવચેતીના ભાગરૂપે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે.

કંપનીને 1,416 ફરિયાદ મળી હતી
કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે 1લી જાન્યુઆરી અને 31 જાન્યુઆરી વચ્ચે 2,918,000 વ્હોટ્સએપ એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ પૈકી 1,38,000 એકાઉન્ટ્સને પ્રોએક્ટિવલિ પ્રતિબંધિત કરાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સૌથી લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મને દેશમાંથી જાન્યુઆરીમાં 1,416 ફરિયાદ પ્રાપ્ત થઈ હતી તેમ જ કંપનીએ 195 સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, ભારતમાં વ્હોટ્સએપ આશરે 500 મિલિયન યુઝર્સ ધરાવે છે.

કંપનીએ નુકસાનકારક સ્થિતિ અટકાવવા ટૂલ્સ-રિસોર્સિસ પણ ગોઠવ્યા
કંપનીએ જણાવ્યું હતું કે યુઝર દ્વારા કરવામાં આવેલી ફરિયાદ અંગે પ્રતિક્રિયા આપતા અને કાર્યવાહી કરતા વ્હોટ્સએપે પ્લેટફોર્મ પર નુકસાન કરે તેવી સ્થિતિને અટકાવવા માટે ટૂલ્સ તથા રિસોર્સિસને પણ ગોઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *