ભારતમાં ધીરે ધીરે કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહયો છે જેને લઈને ભારત સરકારે ટ્રાવેલ એડવાયઝરી જાહેર કરી છે ખાસ કરીને 5 દેશો માટે તમામ Visa રદ કર્યા છે. આ 5 દેશમાં દક્ષિણ કોરિયા, ચીન, ઇરાન, ઇટલી, જાપાનનો સમાવેશ થાય છે. ટ્રાવેલ એડવાયઝરી મુજબ ત્રણ માર્ચ પહેલા આ પાંચ દેશોના નાગરિકો માટે ઇશ્યુ કરેલા Visa, E-Visaને રદ કરાયા છે .તેમના કોઇપણ નાગરિકને ભારતમાં હાલ પુરતો પ્રવેશ નહિં મળે. ખતરનાક કોરોના વાયરસથી સંક્રમિત કેસો ભારતમાં પણ મળી આવ્યા છે.