મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર કોરોના સંક્રમિત

દેશભરમાં હવે કોરોના બેકાબૂ બની ગયો છે અને અનેક મોટી વ્યક્તિઓ સંક્રમિત થઈ રહી છે હાલમાં ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ બાદ હવે મુખ્ય ચૂંટણી અધિકારી સુશીલ ચંદ્રા અને ઈલેક્શન કમિશ્નર રાજીવ કુમાર પણ કોરોનાની લપેટમાં આવી ગયા છે. ચૂંટણી પંચના બે ટોચના અધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નવ નિયુકિત મુખ્ય ચુંટણી અધિકારી સુશીલ ચંદ્રા પણ કોરોના ગ્રસ્ત થયા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,59,170 નવા કેસ સામે આવ્યા બાદ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,53,21,089 થઈ ગઈ છે દેશભરમાં 1761 તાજેતરના મોતની સાથે કુલ મૃતકઆંક 1,80,530 થઈ ગયો છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 20,31,977 છે અને ડિસ્ચાર્જ થયેલા કેસની કુલ સંખ્યા 1,31,08,582 છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *