મધ્યપ્રદેશમાં આખરે કમલનાથ સરકાર સંકટમાં મુકાઈ છે. મધ્યપ્રદેશના રાજકીય અખાડામાં હાલ મોટા દાવપેચ ચાલી રહ્યાં છે. ત્યારે કોગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા ભુંકપ સર્જાયો છે. છેલ્લા કેટલાય સમયથી જયોતિરાદિત્ય સિંધિયા કોગ્રેસથી નારાજ હતા. તેમની સાથે સાથે કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે. રાજીનામુ આપતાં પહેલા સિંધિયાએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. સિંધિયા અમિત શાહની કારમાં બહાર નીકળ્યા હતા જેને લઈને હવે તેમના કેસરિયા નિશ્વિત મનાઈ રહ્યાં છે. મંગળવારે અમિત શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટવીટ પર પોતાનું રાજીનામું શેર કરી દીધું હતું. ત્યારબાદ 20 મિનિટ બાદ એટલે કે 12.30 વાગ્યે જ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટવીટ કર્યું હતું. બીજી તરફ કોગ્રેસ અને ભાજપમાં બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. સોનિયા ગાંધીએ દિલ્હીમાં તેમના આવાસ પર બેઠક બોલાવી છે, જેમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા પહોંચ્યા છે. આ પહેલા વેણુગોપાલે જાહેરાત કરી હતી કે જયોતિરાદિત્ય સિંધિયાને પાર્ટીમાંથી બહાર કરાયાની જાહેરાત કરી હતી.