રેલવેએ મુસાફર ભાડુ વધાર્યું,એસી ક્લાસમાં 4 પૈસા પ્રતિ કિમીનો વધારો

નવા વરસની શરુઆત થતાની સાથે કેટલીક વસ્તુઓ મોંધી થઈ છે જેમાં હવે રેલવે ટીકીટ પણ છે ભારતીય રેલવે મંત્રાલયે મુસાફર ભાડામાં વધારો કરી દીધો છે જેમાં એસી કલાસમાં 4 પૈસા અને સ્લીપર કલાસમાં 2 પૈસાનો પ્રતિ કીમી વધારો થયો છે જેનાથી બન્ને વર્ગના મુસાફરો માટે વધુ કિમત ચુકવવી પડશે. એસીમાં 500 કીમી પર 40 રુપિયા વધુ ચુકવવા પડશે. મંગળવારે ભારતીય રેલવે કોન્ફરન્સ એસોસિએશને મુસાફર ભાડુ દર્શાવતું એક ટેબલ જાહેર કર્યું. 1 જાન્યુઆરી 2020થી આ વધારો લાગૂ થશે. ટેબલના આધાર પર ભાડામાં પ્રતિ કિમી 2 પૈસાનો વધારો કરાયો છે . જોકે એસી ક્લાસમાં મુસાફરી કરતા લોકો માટે 4 પૈસા પ્રતિ કિમી જ્યારે સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓ માટે 2 પૈસા પ્રતિ કિમીનો વધારો કરાયો છે

કેટલો વધારો કેટલી અસર
શ્રેણી 100 કિમી.500 કિમી.1000 કિમી.
સેકન્ડ (સામાન્ય)1 પૈસા/કિમી1 રૂ.5 રૂ.10 રૂ.
સ્લીપર(સામાન્ય) 1 પૈસા/કિમી1 રૂ.5 રૂ.10 રૂ.
ફર્સ્ટ ક્લાસ(સામાન્ય)1 પૈસા/કિમી 1 રૂ.5 રૂ. 10 રૂ.
સેકન્ડ (મેલ/એક્સપ્રેસ)2 પૈસા/કિમી2 રૂ.10 રૂ.20 રૂ.
સ્લીપર (મેલ/એક્સપ્રેસ)2 પૈસા/કિમી2 રૂ.10 રૂ.20 રૂ.
ફર્સ્ટ ક્લાસ (મેલ/એક્સપ્રેસ)2 પૈસા/કિમી2 રૂ.10 રૂ.20 રૂ.
એસી ચેરકાર4 પૈસા/કિમી4 રૂ.20 રૂ.40 રૂ.
એસી થ્રી ટાયર4 પૈસા/કિમી4 રૂ.20 રૂ.40 રૂ.
એસી ટૂ ટાયર4 પૈસા/કિમી4 રૂ.20 રૂ.40 રૂ.
એસી ફર્સ્ટ ક્લાસ4 પૈસા/કિમી4 રૂ.20 રૂ.40 રૂ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *