ભાજપને હરાવીને સૌથી વધુ બેઠકો જીતનારા JMMના કાર્યકારી ચીફ હેમંત સોરેને રવિવારે ઝારખંડના 11માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. હેમંત સોરેને ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાયા હતા. સીએમની સાથે જ ત્રણ અન્ય નેતાઓએ પણ મંત્રી પદના શપથ લીધા હતા જેમાં સીએમ હેમંત સોરેનની સાથે કોંગ્રેસ ધારાસભ્ય મંડળ દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને RJDના નેતા સત્યાનંદ ભોક્તાએ મંત્રી પદના શપથ લીધા હતા ઝારખંડમાં ઝારખંડ મુક્તિ મોરચાની સાથે કોગ્રેસ અને આરજેડી સાથે રહીને ચૂંટણી લડયા હતા જેને લઈને મંત્રીમંડળમાં પહેલા જ સાથી પક્ષોને સ્થાન આપી દીધું છે. પરિણામ બાદ ઝારખંડ વિકાસ મોરચના બાબુ લાલ મંરાડીએ પાછળથી જેએમએમને ટેકો જાહેર કર્યો હતો. મરાંડી ઝારખંડના પ્રથમ સીએમ રહી ચુકયા છે અને ભાજપની નારાજ થઈને તેમની સામે જ લડયા હતા. ઉલ્લેખનીય છે કે RJDએ સાત બેઠકો પર ચૂંટણી લડી હતી અને એક બેઠક પર જ સફળતા પ્રાપ્ત કરી છે જ્યારે કોંગ્રેસે 16 બેઠકો જીત મેળવી છે.