સુરતના વરાછા પોલીસ મથકમાં આરોપીએ ફાંસો ખાધો

file pic

સુરતના વરાછા પોલીસ મથકમાં બાથરૂમમાં રવિવારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા 20 વરસના બ્રીજેશ સાવલિયા નામના આરોપીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. 20 વર્ષીય બ્રિજેશ ઉર્ફે લાલુ મુકેશ સાવલિયા વરાછા પોલીસ મથકમાં રવિવારે સવારે લઘુશંકા કરવા માટે બાથરૂમમાં ગયો હતો. જોકે ઘણા સમય સુધી પરત નહીં આવતાં અન્ય આરોપીઓએ પોલીસને કહ્યું હતું. પોલીસે અંદર જઈને તપાસ કરતાં ગળેફાંસો કરેલી હાલતમાં મળી આવ્યો હતો. ડીસીબી પોલીસે બ્રિજેશ ,વિજય ચંદ્રવંશી,વિનોદ તિવારી,મહેશ રાઠોડની ઘરફોડ ગુનામાં 3 દિવસ પહેલા ધરપકડ કરી હતી. આ ચારેય આરોપી રાત્રિ દરમિયાન દુકાનમાં તથા હીરાના કારખાનામાં ચોરી કરવા જતા હોવાનો આક્ષેપ હતો બાદમાં બ્રિજેશને વરાછા પોલીસ મથકમાં પૂછપરછ માટે લઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *