CM રૂપાણીનાં હસ્તે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ

સીએમના હસ્તે કાકરિયા કાર્નિવલનો પ્રારંભ

અમદાવાદના કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે પ્રારંભ થયો છે. જે 31 ડિસેમ્બર સુધી સતત ચાલશે. કાર્નિવલની શરૂઆતની સાથે સાથે 50 ઈ બસોનું ફ્લેગ ઓફ કરીને ઇલેક્ટ્રિક સાઈકલ અને સ્કૂટરનું પણ લોકાર્પણ કર્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી પ્રથા વિજય રૂપાણીએ જાળવી રાખી છે પૂર્વ પ્રધાનમંત્રી અટલ વિહારી વાજપેયીના જન્મદિવસે આ કાંકરિયા કાર્નિવલની શરુઆત કરાઈ હતી જેમાં અટલજીના નામે અટલ એક્સપ્રેસ પણ શરુ કરાઈ હતી. બુધવારે સીએમ રૂપાણીએ કુલ 1050 કરોડના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતુ જેમાં ડ્રેનેજ અને હાઉસિંગના કામોનો પણ સમાવેશ થાય છે . કાંકરિયા કાર્નિવલમાં ગીત સંગીતના જલસા સાથે બાળકો માટે કિડ્સ રાઈડ્સ અને બલૂન સફારીથી લઈ એડવેન્ચર ટ્રી સહિત અનેક આકર્ષણો ઉભા કરાયા છે. કાંકરિયા સંકુલમાં કિડ્સ સિટી, બલૂન સફારી, ટોય ટ્રેન, પ્રાણી સંગ્રહાલય, નોક્ટર્નલ ઝૂ, બાલવાટિકા, બટરફ્લાયર પાર્ક, નગીના વાડી, મ્યૂઝિકલ ફાઉન્ટેન, કિડ્સ રાઈડ્સ, હોરર હાઉસ, ગેમિંગ ઝોન, ફન ઝોન સહિતની સુવિધા છે આ ઉપરાંત ગ્લાઈડર રાઈડ્સ, સેગ-વે સફારી રાઈડ, એડવેન્ચર ટ્રી વોક, ટાર્ગેટ આર્ચરી, મિનિએચર ગોલ્ફ કોર્સ, ફ્લોટિંગ રેસ્ટોરન્ટ, બેટરી ઓપરેટર કાર, જેટ સ્કી, કાયાકીંગ, ફીશ એક્વિરિયમનીે પણ લોકો જોઈ શકશે.

કાંકરિયા કાર્નિવલ પર પોલીસ ની સીસી ટીવી અને ડ્રોનથી નજર

આ  ઉત્સવમાં સુરક્ષાની સધન વ્યવસ્થા કરાઈ છે કાંકરિયા કાર્નિવલમાં લોકો અને પ્રવાસીઓની સુરક્ષા માટે 3 લેયર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે જેમાં એક ડીસીપી, 8 એસીપી, 35 પીઆઈ, 110 પીએસઆઈ, 1586 પોલીસ જવાન, 200 હોમગાર્ડ જવાન તહેનાત છે કાર્નિવલમાં અમદાવાદ શહેર પોલીસ  રાઉન્ડ ધ કલોક પોલીસ પ્રોટેકશન પુરુ પાડી રહી છે કાર્નિવલમાં ભાગ લેતા નાગરિકોને પોલીસની તાત્કાલિક મદદ મળી રહે તે માટે કાંકરિયા ખાતે પોલીસ કન્ટ્રોલ રૂમ અને 4 લોકેશન પર પોલીસ સહાયતા કેન્દ્ર  ઉભુ  કરાયા છે કાંકરિયા લેકની અંદરના ભાગમાં અને બહાર  લોકો પર વોચ રાખવા અમદાવાદ પોલીસ તળાવના અંદરના ભાગે 20 પોડિયમ પોઈન્ટ અને 3 વોચ ટાવર્સ તેમજ 72 સીસીટીવી દ્વારા વોચ રાખી રહી છે હાલમાં  કાંકરિયા તળાવમાં અંદર પ્રવેશ કરવા અને બહાર નીકળવાના 7 ગેટ આવેલા છે. ત્યારે દરેક ગેટ પર પોલીસ અધિકારી અને પોલીસ જવાનો દ્વારા ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર તથા હેન્ડ મેટલ ડિટેક્ટર દ્વારા કાર્નિવલમાં જનારનું ચેકિંગ કરાઈ રહ્યું છે બહારના મુખ્ય રસ્તાઓ પર પણ ટ્રાફિક પોલીસ દ્રારા અલગ પાર્કિગની સુવિધા ઉભી કરાઈ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *