છેલ્લા બે વર્ષથી પાંચ દિવસ માટે યોજાતા આ મેળાને વ્યાપક રૂપ આપવાનું આયોજન પણ ઘડવામાં આવ્યું છે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉત્તરપૂર્વીય રાજ્યોના વિકાસ માટેના ભારત સરકારના મંત્રાલયના રાજ્ય મંત્રી જિતેન્દ્રસિંહે આ મેળાના આયોજન અંગે ગાંધીનગરમાં યોજેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં એવું પણ નિયત કરવામાં આવ્યું કે, ભગવાન કૃષ્ણની ભૂમિ ગુજરાત અને રૂકમણીજીની ભૂમિ ઉત્તરપૂર્વીય પ્રદેશને સાંકળતા ધાર્મિક સ્થાનોના પ્રચાર-પ્રસારને વેગ આપવામાં આવશે.
આના પરિણામે, બેઉ રાજ્યોની કલા અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન થવાથી ભવિષ્યમાં સ્થાયી રોજગારીના અવસરો પણ ઊભા થઇ શકશે.
મુખ્યમંત્રીએ કૃષ્ણ-રૂકમણિજીના કથાનક તેમજ પ્રાચીન-અર્વાચીન સંસ્કૃતિના આપસી આદાન-પ્રદાનથી યુવા પેઢી માહિતગાર થાય, તેને માણે અને સમજે તેવા ઉદ્દેશ્યથી સમગ્ર કાર્યક્રમ ઘડવા રાજ્યના પ્રવાસન વિભાગને દિશા નિર્દેશો આપેલા છે.
આ મેળાના વ્યાપકસ્તરે પ્રચાર-પ્રસારથી ગુજરાતના પ્રવાસન ઊદ્યોગને પણ વેગ મળશે અને ગુજરાત-ઉત્તરપૂર્વીય રાજ્યની કલા-સંસ્કૃતિનો વૈભવ વારસો માણવા-નિહાળવાની તક મળશે એમ પણ આ બેઠકની ચર્ચા-વિમર્શમાં જણાવાયું હતું.
મુખ્ય સચિવ શ્રી અનિલ મૂકીમ, ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી મનોજકુમાર દાસ, ભારત સરકારના તેમજ ગુજરાતના વરિષ્ઠ સચિવો, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.