પાકિસ્તાન ફરી પોતાની નાપાક હરકત દેખાડી દીધી છે ભારત દ્રારા 22 થી વધુ બીએસએફ અન્ય સુરક્ષા એજન્સીઓની જમ્મુ કાશ્મીરમાંથી પરત લેવાના નિર્ણય બાદ ઉરી સેકટરમાં પાકે ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ભારતીય અધિકારી શહીદ અને એક મહિલા નાગરિકનુ મોત થયું હતું.
જમ્મૂ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાની સેના દ્વારા નાપાક હરકત કરીને આડેધડ ફાયરિંગ કરાયુ હતુ જેમાં સેનાના એક અધિકારી શહીદ થયા હતા જ્યારે એક નાગરિકનું મૃત્યુ થયું છે. છેલ્લા કેટલાય સમયથી સરહદો સળગાવવા પાકિસ્તાન સતત પ્રયાસો કરી રહ્યુ છે ત્યારે પાકિસ્તાની સેના તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કરાયું હતુ જો કે ભારતીય સેનાઓ વળતો જવાબ આપતા પાક જવાનોને પીછેહઠ કરી હતી. પાક દ્રારા તમામ હુમલાના પ્રયાસનો ભારતીય સેના વારંવારં જડબાતોડ જવાબ આપી રહી છે છતાંય પાકિસ્તાન સુધરવાનુ નામ લેતુ નથી. અગાઉ પણ કાશ્મીરના નૌશેરા સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન થયું હતું. ભારતીય સરહદ પર જવાનો સતત એકટિવ રહેતા પાકમાંથી એક પણ ઘુસણખોર સીમા પાર કરી શકતો નથી. એટલુ જ નહિ પાકના ઈંટનો જવાબ ભારત સતત પત્થરોથી આપી રહ્યું છે 21 ડિસેમ્બરે રાજૌરી જિલ્લાના કેરી બટાલ અને સુંદરબની સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી મોર્ટાર છોડાયા હતા બાદમાં ભારતે વળતો જવાબ આપતા પાકિસ્તાનના બે સૈનિકને ઠાર કરીદેવાયાં હતા