પ્રિયંકા-નિક જોનાસે કોવિડ-19 ફંડરેઝરમાં અઢી કરોડ જમા કર્યા

દેશભરમાં કોરોના બે કાબુ છે 4 લાખ નજીક કેસ પહોચી ગયા છે આવી સ્થિતિને પહોચી વળવા માટે દેશ-વિદેશથી અનેક સિતારાઓ મદદ માટે આગળ આવી રહ્યા છે. જેમાં પ્રિયંકા ચોપરા અને તેના પતિ નિક જોનાસે એક જ દિવસમાં અઢી કરોડ ભેગા કરી લીધા હતા. આ રકમ ભારતને કોરોના જંગ સામે લડવા માટે આર્થિક સહાયની છે. હાલમાં જ પ્રિયંકા- નિકે ભારત માટે કોવિડ ૧૯ ફંડરેઝરની શરૂઆત કરીને વિશ્વભરમા લોકોને દાન આપવા અપીલ કરી હતી આ અપીલના પગલે ૨૪ કલાકમાં જ આ ફંડરેઝરમાં અઢી કરોડ જમા થઇ ગયા હતા.પ્રિયંકાએ હાલમાં જ સોશિયલ મીડિયા દ્વારા આ મુશ્કેલીની ઘડીમાં મદદ કરવા માટે લોકોનો આભાર માન્યો છે. સાથોસાથ ક વીડિયો શેર કરીને લખ્યું પણ હતુ , ટુગેધર ફોર ઇન્ડિયા. તમારા દરેકના સપોર્ટ અને ડોનેશન માટે આભાર. તમારા તરફથી મળેલ કોન્ટ્રીબ્યુશન ભારતના વધતા કોવિડ-૧૯ના જંગ સાથે એક મોટો બદલાવ લાવશે. હજી તો ઘણું કરવાનું બાકી છે અને અમને આશા છે જે જે ગતિથી અમે ભારત માટે કામ શરૂ કર્યું છે તેને અમે ચાલુ રાખીએ છીએ. પ્લીઝ ડોનેટ કરશો. પ્રિયંકાએ લોકોને ડોનેશન માટે અપીલ કરતાં કહ્યું છે કે, અહીં મારા ૬૩ મિલીયન ફોલોઅર્સ છે. જો એક લાખ લોકો પણ ૧૦ ડોલર ડોનેટ કરશે તો એક મિલિયન ડોલર જમા થઇ શકે એમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *