રાજકોટઃના બિગ બજારની પાછળ આવેલા સમરથ એપાર્ટમેન્ટમાં અચાનક આગ લાગતા નેપાળી પરિવારના ત્રણ વર્ષના બાળક આયુષચંદ અને 6 વર્ષની બાળકી શ્રીસ્ટી શેરબહાદુર ચંદના કરુણ મોત થયા છે. પોલીસે ઘટના સ્થળે તપાસ હાથ ધરતા માહીતી બહાર આવી છે કે આગ લાગવાનું કારણ ઈલેકટ્રીક રુમમાં શોટસરકીટમાં થયેલી શોટ સરકીટની ઘટના છે. સમરથ બિલ્ડરે શેરબહાદુર નામના નેપાળી પરિવારને ઇલેક્ટ્રિક રૂમમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. બનાવ બન્ચો તે પહેલા પિતાને કામ હોવાથી આ ઈલેકટ્રીક રુમ બંધ કરીને ગયા હતા જેમાં અંદર 2 બાળકો હતાં જયારે તેની પત્ની બહાર કામે ગઈ હોવાથી બહારથી દરવાજો લોક કર્યો હતો. આગ લાગતાની સાથે અંદર રહેલા બે બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા અને ઇલેક્ટ્રિક રૂમના સામાન સહિત 3.80 લાખ રૂપિયા રોકડા બળીને ખાખ થઈ ગયા હતા