શિખર ધવને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

શિખર ધવન હાલની ભારતીય ટીમના ક્રિકેટરોમાં કોરોના સામે સંરક્ષણ રૂપે રસી લગાડનાર પ્રથમ ખેલાડી બન્યો છે. દિલ્હીમાં રહેતા-35 વર્ષીય ધવને ફોટો સાથે લખ્યું, વેક્સિન લગાવી લીધી છે. દેશના તમામ ફ્રન્ટ લાઇન યોદ્ધાઓએ આપેલા સમર્પણ માટે તેમનો આભાર માની શકુ તેમ નથી, મહેરબાની કરીને સંકોચ વિના વેક્સિન લગાવો જે વાયરસ સામે લડવામાં આપણી મદદ કરશે.ભારતીય ઓપનર શિખર ધવનને આઇપીએલની 14મી સિઝન રદ થયા બાદ કોવિડ-19 થી બચાવ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. તેણે ગુરુવારે સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરીને લોકોને રસી લેવા અપીલ પણ કરી છે. ધવને લોકોને પણ વહેલી તકે રસી અપાવવાની અપીલ કરી હતી. 1 મેથી, કેન્દ્ર સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો માટે રસી લાગુ કરવાનું શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *