રાજયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા સમિતિની યોજાયેલી બેઠક માં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખો જાહેર કરાઈ છે જેમાં ઘોરણ 10 અને 12ની પરીક્ષા 5 માર્ચથી શરૂથઈને 21 માર્ચ સુધીમાં પુરીથઈ જશે. જયારે ધોરણ 10ની પરીક્ષા 17 માર્ચે જ્યારે ધોરણ 12 સાયન્સની પરીક્ષા 16 માર્ચ સુધી ચાલશે. તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 21 માર્ચે પૂર્ણ થશે. જ્યારે ધોરણ 9 અને ધોરણ 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી 18 એપ્રિલ દરમ્યાન લેવાશે જો કે આ બેઠકમાં સૌથી મહત્વપૂર્ણ ચર્ચા પેપર લીક ના થાય તે માટેની હતી આ પરીક્ષાઓમાં પેપરલીક થતું રોકવા માટે પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડવાના રહેશે. તેમજ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પેપરલીક રોકવા માટે એક ખાસ એપ તૈયાર કરાશે પરીક્ષા સમયે પરીક્ષા પેપર જ્યારે સેન્ટર પર પહોંચે ત્યારે તેના ફોટો પાડીને સંચાલક, નિરીક્ષક, સરકારી પ્રતિનિધિની હાજરીમાં પેપરનું સીલ તોડવાનું રહેશે.
મોબાઈલ પર પ્રતિબંધ અને પરીક્ષા ખંડો સીસીટીવીથી સજ્જ કરાશે
છેલ્લા એક વર્ષમાં પરીક્ષામા પેપર લીકની વ્યાપક ફરિયાદો ઉઠી છે હવે આગામી પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે પણ બોર્ડ દ્વારા કડક નિયમો બનાવાયા છે જેમાં તમામ પરીક્ષા ખંડોને સીસીટીવીથી સજ્જ કરવા ઉપરાંત, મોબાઈલના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે