સુરતમાં ઐતિહાસિક સામૂહિક 77 દીક્ષાર્થીઓની દીક્ષા

ડાયમંડ નગરી સુરતમાં જૈન સમુદાયમાં ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો છે એક સાથે 77 દીક્ષાર્થીઓ દીક્ષા ગ્રહણ કરી રહ્યાં છે. દીક્ષાનગરીમાં પાલ અને વેસુમાં કુલ બે અલગ અલગ દીક્ષા મહોત્સવમાં 103 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરી સંસાર ત્યજી કલ્યાણનો સંયમપૂર્ણ માર્ગ અપનાવશે. સુરતમાં એક સાથે 19 મુમુક્ષુઓના વરઘોડા બાદ શુક્રવારે 77 મુમુક્ષુઓનો ભવ્ય વર્ષીદાન વરઘોડો નીકળ્યો હતો.

એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજાશે

જૈન શાસનના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર આટલી મોટી સંખ્યામા વરસો બાદ દીક્ષા ગ્રહણ કરવાનો અવસર આવ્યો છે નવો રેકોર્ડ બનવા જઇ રહેલા એક સાથે 77 મુમુક્ષુઓનો દીક્ષા ગ્રહણ સમારોહ વેસુના બલર હાઉસ ખાતે ‘રત્નત્રયી સમર્પણોત્સવ’ નામથી યોજાશે. આ મહોત્સવની વિશેષતા એ છે કે સમારોહમાં એક જ મંડપમાં કુલ 6 પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે. 1548માં એટલે કે 528 વર્ષ પહેલા ઇડર ખાતે પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ આપ્યા બાદ અત્યાર સુધીના ઇતિહાસમાં 20, 27, 36 અને 44 દીક્ષાના મહા મહોત્સવો ઉજવાયા છે. જોકે, એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાનું સદ્દભાગ્ય સુરતને ફાળે ગયુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *