સુરતમાં કોવિડ હોસ્પિટલમાં PPE કીટ પહેરીને ચોરી કરનારો ઝડપાયો

સુરતમાં એક તરફ કોરોનાનો કહેર જારી છે તો બીજી તરફ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓના મોબાઈલ ફોન ચોરીની ફરિયાદો ઉઠવા પામી હતી સુરતની નવી સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી દર્દીનાં મોબાઈલની ચોરીની ઘટનાઓ બની હતી જેને લઈને પોલીસે તપાસ કરીને મોબાઈલ ચોરી કરનારા ચાલાક ચોરને ઝડપી પાડયો છે. તેની પાસેથી ચોરી કરેલા 5 મોબાઈલ ફોન કબજે કર્યા છે. ખટોદરા પોલીસે કોવિડ હોસ્પિટલના સીસી ટીવી ચેક કરતા ખબર પડી હતી કે એક શખ્સ પીપીઈ કીટ પહેરીને હોસ્પિટલમાં પ્રવેશ કરી દર્દીની નજર ચૂકવીને ચોરી કરતો હતો. પોલીસે આ સીસીટીવીના આધારે પાંડેસરા ખાતે રહેતા  તેજસ ઉર્ફે તેજુ રાજેન્દ્ર રાઠોડને ઝડપી લીધો છે. ભૂતકાળમાં પણ તેજસે રાંદેર વિસ્તામાં પણ મોબાઈલ  ચોરીના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે, હાલમાં ચોરીના 5 મોબાઇલ મળી કુલ 21,500ના મુદ્દામાલ કબજે કર્યા હતા અને વધુ પુછપરછ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *