સુરતમાં એક વરસ પહેલા લીંબાયતમાં સાડા ત્રણ વર્ષની માસુમ પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં સંડોવાયેલાં આરોપી અનિલ યાદવની ફાસીની સજા ગુજરાત હાઈકોર્ટે કાયમ રાખી છે આ પહેલા 31 જુલાઈના રોજ એડિશન સેશન્સ જજ પી.એસ. કાલાની કોર્ટે ફાંસીની સજાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો સુરતનો પહેલો રેપ વિથ મર્ડર કેસમાં ફાંસીનો ચુકાદો હતો. ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમને ગુજરાત હાઇકોર્ટ પણ યથાવત રાખ્યો છે પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે. એક વરસ પહેલા લિંબાયતની ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી અને આ હેવાનને ઝડપી લેવા માટે સુરત પોલીસે આકાશ-પાતાળ એક કરી દીધા હતા.
આ ઘટનાના આરોપી અનિલ યાદવે પાડોશમાં રહેતી માસુમને શિકાર બનાવીને તેની હત્યા કરી નાખી હતી બાદમાં પુરાવાનો નાશ કરવા બાળકીની લાશને કોથળામાં ભરીને રૂમમાં નાખીને તાળુ મારી દીધુ હતું. બાદમાં પોતે પોતાના વતન નંદુરબાર ભાગી ગયો હતો. બનાવ બાદ બાળકીના માતા -પિતા સાથે રહીને બાળકીને શોધવાનો ઢોગ કરતો હતો પણ પોલીસ તેની નજીક પહોચવાની ગંધ આવી જતા ફરાર થઈ ગયો હતો. પોલીસે આરોપીનુ પગેરુ દબાવતા આખરે બિહારના બકસરમાંથી ઝડપીને સુરત લવાયો હતો જયાં તેની સામે પોસ્કો,હત્યાની કલમો લગાવીને કેસ આગળ ચાલ્યો હતો. જો કે સેશન્સકોર્ટે આ કેસની ગંભીરતાને લઈને 290 દિવસમાં તમામ ટ્રાયલ પુરી કરી દીધી હતી આ બનાવને કોર્ટે જધન્ય અપરાધ ગણાવીને 31 જુલાઈના રોજ ફાંસીની સજા પણ ફટકારી હતી.