અમદાવાદ જિલ્લાના જાસપુરમાં આવેલા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં રવિવારે ભવ્ય અન્નકૂટના દર્શનનું આયોજન કરાયું હતું. જેમાં 200થી વધુ વાનગીઓ સાથે જગત જનની મા ઉમિયાને અન્નકૂટ ધરાવાયો હતો. સવારે 7.30 કલાકથી 5.30 કલાક સુધી અન્નકુટના દર્શનનો લાભ મા ઉમિયાના ભક્તોએ લીધો હતો. જગત જનની મા ઉમિયાને 200થી વધુ વાનગીઓનો રાજભોગ ધરાવાયો છે.માતાજીને ધરાવાયેલાં રાજભોગમાં 500 કિલો મીઠાઈ અને ફરસાણનો સમાવેશ થાય છે માતાજીને વિશિષ્ટ રૂપે 24 કેરેટ સોનાના વરખ વાળી સુરતી ઘારીનો ભોગ ધરાવાયો છે.સોનાના વરખ વાળી ઘારીની 1 કિલોની કિંમત 11 હજાર રૂપિયા છે