સમગ્ર વિશ્વમાં કહેવાઈ રહ્યુછે કે રસીના બન્ને ડોઝ લવા જરુરી છે જેનાથી જીવના જોખમમાંથી બચી શકાય છે. ફાઇઝર રસીના બન્ને ડોઝ લીધા બાદ ભારત આવેલા ડો. રાજેન્દ્ર કપિલાને કોરોના થતા મોત નિપજ્યું હતું. તેઓ ભારતીય કોરોના વેરિએંટના સંપર્કમાં આવ્યા હતા, જેથી નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકાની ફાઇઝર રસીની ભારતીય વેરિએંટ પર કોઇ ખાસ અસર નથી થઇ રહી. ડો. રાજેન્દ્ર કપિલા ઇંફેક્શન ડીસિઝ સ્પેશિયાલિસ્ટ હતા અને અમેરિકાના ન્યૂજર્સીમાં પ્રેક્ટિસ કરતા હતા, તેમની પાસે મેડિકલ ક્ષેત્રનો ૨૦ વર્ષનો અનુભવ હતો અને તેઓ અમેરિકન સૈન્યમાં મેડિસિનના અસિસ્ટન્ટ ચીફ પણ હતા. ભારત આવ્યા તે પહેલા તેઓએ અમેરિકાની ફાઇઝર રસીના બન્ને ડોઝ લઇ લીધા હતા. ગાઝિયાબાદમાં તેમના બિમાર સસરાની દેખરેખ માટે આવ્યા હતા. આ દરમિયાન જ તેઓ ભારતીય કોરોના વેરિએંટના સંપર્કમાં આવી ગયા હતા અને બિમાર પડી ગયા હતા. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, મૌલાના આઝાદ મેડિકલ કોલેજમાંથી મેડિકલ ડીગ્રી લીધા બાદ તેઓ અમેરિકામાં ન્યૂજર્સીના ન્યૂવર્કમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા. તેઓ ઇંફેક્શન ડિસીઝ સ્પેશિયાલિસ્ટ હોવા છતા પોતાને આ ખતરનાક વાઇરસના ઇંફેક્શનથી બચાવી નહોતા શક્યા.