મહાભિયોગમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પ દરેક આરોપોમાંથી મુક્ત

આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મહાભિયોગમાં મોટી રાહત મળી ગઈ છે. અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગના તમામ આરોપોમાંથી મુક્ત થયા છે. તેમની પર સત્તાનો દૂરઉપયોગ કરવા અને અમેરિકન સંસદના કામમાં અડચણ ઊભી કરવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. અમેરિકાના સેનેટમાં રિપ્બલિકન્સ ટ્રમ્પની પાર્ટીની બહુમતી છે. જો કે, સત્તાનો દુરઉપોયગ કરવાના આરોપમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પને 52-48 અને કોંગ્રેસના કામમાં અડચણ ઊભી કરવાના આરોપમાં 53-47 મત મળ્યા હતા. મહાભિયોગના સંકટથી નીકળનારા ટ્રમ્પ અમેરિકન ઈતિહાસના ત્રીજા રાષ્ટ્રપતિ છે.

આ પહેલાં 18 ડિસેમ્બરે નીચલા ગૃહ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ મૂક્યો હતો. આરોપ હતો કે તેમણે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર જેલેન્સ્કી પર 2020માં ડેમોક્રેટિક પાર્ટીના સંભવીત ઉમેદવાર જો બિડેન અને તેમના દીકરા વિરુદ્ધ ભ્રષ્ટાચારની તપાસ માટે દબાણ કર્યું હતું. બિડેનના દીકરા યૂક્રેનની એક ઉર્જા કંપનીમાં ઓફિસર છે. એવો પણ આરોપ હતો કે ટ્રમ્પે તેમના રાજકીય લાભ માટે યૂક્રેનને મળનારી આર્થિક મદદને અટકાવી હતી.જો કે પહેલેથી ટ્રંપ કહેતા હતાકે મહાભિયોગથી તેમને કોઈ અસર થવાની નહોતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *