અનુષ્કા-વિરાટનુ કોરોનાની લડાઈમાં 2 કરોડનું દાન

સમગ્ર વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોધાઈ રહયા છે એક સમયે પ્રતિદિન કેસની સંખ્યા માંડ 30 હજારની આસપાસ હતી તે હવે વધીને સીધી 4 લાખને પાર થઈ ગઈ છે આવી વિકટ સ્થિતિમાં કોરોનાની લડાઈના જંગમાં દાન ઉઘરાવવાની શરુઆત થઈ છે અને મોટાભાગના સેલેબ્સ હવે મન મુકીને મદદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપરા-નિક જોનસ બાદ હવે ક્રિકેટર વિરાટ કોહલી તથા તેની પત્ની અનુષ્કા શર્માએ જરૂરિયાતમંદ લોકો માટે પૈસા ભેગા કરવાનું અભિયાન શરૂ કર્યુ છે. હાલમાં 2 કરોડનુ દાન આપ્યુ છે. આ અભિયાન કેટ્ટો પર 7 દિવસ સુધી ચલાવાશે. આ ફંડમાં ભેગી થયેલી રકમ ACT ગ્રાન્ટ્સને અપાશે છે. ACT કોરોનાકાળમાં ઓક્સિજન, દવા, મેનપાવર, વેક્સિનેશન તથા નાગરિકોમાં જાગૃતતા વધારવાનું કામ કરે છે. વિરાટ કોહલીએ કહ્યું હતું, ‘અનુષ્કા તથા મેં કોવિડ 19ની સામેની જંગમાં કેટ્ટો (ફંડરેઝિંગ કરતી વેબસાઈટ) પર ફંડ ભેગું કરવાનું અભિયાન શરૂ કર્યું છે. અમે તમારા સમર્થનના આભારી રહીશું. આપણે સાથે મળીને આગળ આવીએ તથા જરૂરિયાતમંદ લોકોની મદદ કરીએ. સાથોસાથ અનુષ્કાએ પણ વીડિયો પોસ્ટ કરીને કહ્યું છેકે ‘આપણો દેશ કોવિડ 19ની બીજી લહેર સામે ઝઝૂમી રહ્યો છે, આપણી હેલ્થકેર સિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે. લોકોની મજબૂરી જોઈને મારું હૃદય ભાંગી પડ્યું છે. તેથી જ મેં તથા વિરાટે કેટ્ટો સાથે મળીને #InThisTogether નામનું અભિયાન શરૂ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *