રાજકોટ સિવિલ હોસ્પિ.ના કોવિડ વોર્ડમાં આગ,27 દર્દીના જીવ બચ્યાં

ભરુચની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના હજુ તાજી છે ત્યાં ફરી એક વાર રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડ નં.11માં વાયરિંગમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફરજ પરની સિક્યુરિટી ટીમની સમયસૂચકતાને કારણે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. આગ લાગતાની સાથે જ જાણ થઈ જતા હોસ્પિટલમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો વડે સિક્યુરિટીની ટીમે આગ બૂઝાવી હતી.આ સમયે વોર્ડમાં કોવિડના 27 દર્દી દાખલ હતા. જોકે આ તમામને અન્ય વોર્ડમાં સહીસલામત રીતે શિફ્ટ કરી દેવાયા હતા. સિવિલ હોસ્પિટલના સુપર સ્પેશિયાલિટી બિલ્ડીંગમાં આવેલા કોવિડ સેન્ટરમાં પાંચ માળ છે જેમાં વોર્ડ નં. 11 કે જે માનસિક વિભાગના વોર્ડની સામે આવેલો છે. તેમાં સવારે એકાએક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતા ધુમાડા બહાર આવતા જ હાજર તમામ સ્ટાફને જાણ થઈ ગઈ હતી. તપાસ કરતા ખબર પડી વોર્ડ રુમની બહારની સાઈડ આવેલા વાયરિંગ આગ લાગી હતી. જેને પગલે સિક્યુરિટી ટીમે સમયસુચકતા દાખવીને ફાયર સેફ્ટીના સાધનોથી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટના પગલે વોર્ડના તમામ દર્દીઓને બાજુના વોર્ડમાં શિફ્ટ કરી દેવાયા હતા.. મહત્વનુ છે કે જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે બીજી તરફ હોસ્પિટલમાં સાધનોમાં પણ વીજ લોડ વધી રહ્યો છે જેને કારણે શોટ સરકીટના બનાવો સામે આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *