ઝાયડસની કોરોના માટેની દવા ‘વિરાફિન’ને ઇમરજન્સી ઉપયોગ માટેની મંજૂરી

વર્તમાન સમયે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ બધા વચ્ચે એક મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. ઝાયડસ ની કોરોના માટેની દવાના ઇમરજનસી ઉપયોગને મંજૂરી આપી દેવામાં આવી છે. ડીસીજીઆઇએ ઝાયડસની દવા વિરાફિન ના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. આ દવાનો ઉપયોગ હવે કોરોનાના દર્દીઓની સારવારમાં કરવામાં આવશે. ક્રવારે ડ્રગસ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ તેને મંજૂરી આપી છે. કોરોના દર્દીઓ માટે રામબાણ ગણાતી રેમડેસિવિરની અછત વચ્ચે આ રાહતના સમાચાર ગણી શકાય. મહત્વની બાબત એ છે કે હળવા લક્ષણો ધરાવતા વયસ્કોની સારવારમાં ઝાયડસની આ દવા ઉપયોગી થશે, ઝાયડસની આ દવાના પરીક્ષણ દરમિયાન 91.15 ટકા દર્દીઓ સાત દિવસમાં નેગેટિવ થયા છે. તેવો કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સાથે જ દર્દીઓનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઇન કરવા માટે પણ આ દવા પ્રભાવી સાબિત થઇ છે. કંપનીએ જણાવ્યું છે કે ત્રીજા ફેઝમાં ભારતના 20થી 25 કેન્દ્રોમાં 250 દર્દીઓ પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનુ અસરકારક પરિણામ મળ્યું છે. કંપનીનો દાવો છે કે જો કોરોના થયાના શરુઆતના દિવસોમાં આ દવા આપવામાં આવે તો કોરોનાને મ્હાત આપવામાં મદદ મળે છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *