અભિનેત્રી સુષ્મિતા સેનને હાર્ટ એટેક આવ્યો

અભિનેત્રી સુષ્મિતા સેને પોતાના ફેન્સ સાથે એક મોટા સમાચાર શેર કર્યા છે. તેણે જાણકારી શેર કરી છે કે તેણીને થોડાક દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. આ જાણકારી તેણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા શેર કરી છે. સુષ્મિતા સેને લખ્યું હતું કે, ‘તેણી એન્જીયોપ્લાસ્ટી થઇ ચૂકી છે. તે હાલમાં એકદમ સ્વસ્થ છે અને ફરીથી જીંદગી જીવવા માટે તૈયાર છું.’

અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘પોતાનું દિલ ખુશ અને હિમ્મતથી ભરેલું રાખો અને તે તમારો સાથે ત્યારે આપશે જ્યારે તમને તેના સાથની સૌથી વધારે જરુરિયાત હશે શોના, આ કામની વાત મને મારા પિતાએ કહી હતી. મને કેટલાક દિવસ પહેલા હાર્ટ એટેક આવ્યો હતો. એન્જીયોપ્લાસ્ટી થઇ ચૂકી છે. સ્ટેન્ટ લાગી ગયું છે અને સૌથી ખાસ વાત, મારા કાર્ડિયોલોજિસ્ટે કહ્યું કે, મારું દિલ મોટું છે.’

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘ઘણા લોકોનો આભાર માનવા માગુ છું જેમણે સમય પર મદદ કરી અને યોગ્ય પગલાં લીધા, આ હું બીજી પોસ્ટમાં શેર કરીશ. આ પોસ્ટ ફક્ત મારા વેલવિશર્સ અને ફેન્સેને ખુશખબરી આપવા માટે છે કે બધું સારું છું અને હું કેટલીક જિંદગી જીવવા માટે ફરીથી તૈયાર છું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *