હોળીના તહેવારને હવે થોડા દિવસની જ વાર છે. હોળીને હિન્દુશાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવ્યો છે. હોળિકા દહનથી ઘણી બધી આગાહીઓ કરવામાં આવે છે કે આવનારું વર્ષ કેવું રહેશે, કેવો વરસાદ આવશે, કેવી ખેતી રહેશે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ હોળીનો તહેવાર એટલો જ મહત્વપૂર્ણ છે. જેમાં હોળિકા દહનમાં કેટલાંક ઉપાયો કરવાથી તમને તમારું મનવાંચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ આ ઉપાયો વિશે.
અભ્યાસમાં નબળા બાળકોએ આ ઉપાય કરવાં
જે બાળક અભ્યાસમાં નબળું હોય તેને ગમે તેટલી મહેનત કરવા છતા જો ધાર્યું પરિણામ ન મળતું હોય તો હોળીના દિવસે ઉત્તર દિશા તરફ અખંડ જ્યોત પ્રગટાવવાથી અવશ્ય લાભ મળે છે. કુંડળી પ્રમાણે તમે બુધનો નંગ પન્ના પણ આ દિવસે ધારણ કરી શકો છો.
નોકરી પામવા માટે
નોકરી પામવા માટે યુવાનોએ હોળિકા દહનના દિવસે હોળીમાં નારિયેળ, પાન, સોપારી વગેરેને હોળીમાં અર્પણ કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આમ કરવાથી તમારી નોકરી મળવાની સંભાવનાઓ વધી જાય છે.
આર્થિક સમસ્યાઓના સમાધાન માટે
જે વ્યક્તિ આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હોય તેવા વ્યક્તિને કુંડળીમાં શનિ કે રાહુ નડી રહ્યો હોય તેવું બની શકે તેથી આ ગ્રહોને શાંત કરવા માટે હોળીમાં કાળા તલ અર્પણ કરવા જોઈએ.