અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બુલેટ ચોરી કરતી ગેંગે ઝડપી લીધી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે બુલેટ ચોરતી રાજસ્થાનની ગેંગના 4 શખ્સને ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાન્ચે આ ચાર શખ્સ પાસેથી રૂ.13 લાખ 55 હજારના ચોરીના 11 બુલેટ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ 21 જેટલી બુલેટ ચોરીનો ભેદ પણ ઉકેલ્યો હતો. કુલ 21 બુલેટમાંથી ગાંધીનગરમાંથી સૌથી વધુ 11, ત્યાર બાદ અમદાવાદમાંથી 7 અને રાજસ્થાનના અજમેરમાંથી 3 બુલેટની ચોરીને અંજામ આપ્યો છે.

કોણ કોણ ઝડપાયુ

હનુમંતસિંગ ઉર્ફે હનુમંત ઉર્ફે હની ચૌહાણ (ઉ.વ.22,રાજસમંદ રાજસ્થાન), દિનેશસિંહ ચુનસિંહ ચૌહાણ (ઉ.વ.19. રાજસમંદ,રાજસ્થાન તથા), રાહુલ દેવસિંગ લુંબસિંગ ચૌહાણ (ઉ.વ.20. રાજસમંદ, રાજસ્થાન), લક્ષ્મણકુમાર કેવલચંદ કુમાવત (ઉ.વ.28.પાલી, રાજસ્થાન)

બુલેટના લોક તોડી નાંખી ડાયરેક્ટ કરી ચોરી કરતા
આ આરોપીઓની પુછપરછ દરમ્યાન આ બુલેટ તેઓએ અમદાવાદ શહેર તથા ગાંધીનગર વિસ્તાર તથા રાજસ્થાન અજમેર વિસ્તારમાંથી બુલેટના લોક તોડી નાંખી ડાયરેક્ટ કરી ચોરી કરી લેતા હોવાની આકબુલાત કરી છે. જે તેમની પાસેથી કબજે કરેલા બુલેટના તથા કરેલી કબુલાત આધારે તપાસ કરતા બુલેટ ચોરીઓના ગુનાઓ ડીટેક્ટ થયા છે. જે આધારે જે-તે પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપી મુદ્દામાલ મોકલી આપવા તજવીજ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *