ક્રિકેટર કેએલ રાહુલે અથિયા સાથેની તસવીરે ઉભી કરી ચર્ચા

હેલ્લો દેવી પ્રસાદ બોલતે હો.. કે એલ રાહુલ અને અથિયા શેટ્ટીની તસવીર

ભારતીય ઓપનર કે.એલ. રાહુલે હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં સુનિલ શેટ્ટીની પુત્રી હીરોઈન અથિયા સાથેની એક તસવીર શૅર કરી હતી જેમાં ટેેલિફોન બુથ પર ફોન કરતો ફોટો છે સાથે અથિયા શેટ્ટી પણ છે જો કે આ બન્ને એક સાથે કયાં મળ્યા અને કેવી રીતે મળ્યા તેની ચર્ચા શરુ થઈ ગઈ છે. રાહુલે ટેલિફોન બૂથની તસવીર શૅર કરી હતી, આ બુથમાં રાહુલના હાથમાં રિસીવર છે અને અથિયા તેની બાજુમાં હસતી જોવા મળે છે. રાહુલે આ તસવીર શૅર કરીને કેપ્શન આપ્યું હતું, હેલ્લો, દેવી પ્રસાદ? આ ડાયલોગ્સ ફિલમ હેરાફેરીનો છે જેમાં હીરો સુનિલ શેટ્ટી દેવી પ્રસાદને ફોન કરતો હોય છે. આ તસવીર સુનિલ શેટ્ટી અને અન્ય ક્રિકેટરોએ પણ જોઈ હતી અને દેવી પ્રસાદના નામથી ખુશ થયો હતો . આ પહેલા નવેમ્બરમાં અથિયાનો જન્મદિન નિમિત્તે ઈન્સ્ટાગ્રામમાં શુભેચ્છા પણ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *