ઉદ્યોગપતિ અદાણીની નેટવર્થમાં 1.52 લાખ કરોડનો વધારો

બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર જાન્યુઆરીથી 28 નવેમ્બર સુધી અદાણીની નેટવર્થ 1.52 લાખ કરોડ રૂપિયા વધી હતી. જે હવે વધીને 2.35 લાખ કરોડ રૂપિયા થઈ છે. આ દૃષ્ટિએ અદાણીએ દરરોજ 458 કરોડ રૂપિયાની કમાણી કરી. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ઈન્ડેક્સ અનુસાર 2020માં અદાણીની નેટવર્થમાં અત્યાર સુધી 183%નો વધારો હાંસલ કર્યો છે. જ્યારે અદાણી ગ્રૂપની કંપનીઓના શેર 552% સુધી ઉછળ્યા હતા. કુલ મિલાવીને અદાણી ગ્રૂપના શેરોમાં તેજી અને સારા ત્રિમાસિક પરિણામોને લીધે તે વર્ષની કમાણીની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાબિત થઈ રહ્યું છે.ગૌતમ અદાણી દુનિયાની 41મી અને ભારતની બીજા નંબરની સૌથી ધનિક વ્યક્તિ છે. દેશની સૌથી ધનિક વ્યક્તિમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રિઝના ચેરમેન મુકેશ અંબાણી છે . અંબાણીની નેટવર્થ 5.44 લાખ કરોડ રૂપિયા છે. 2020માં અંબાણીની નેટવર્થ 1.10 લાખ કરોડ રૂપિયા વધી. જ્યારે દુનિયાની સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ છે જેમની નેટવર્થ 13.82 લાખ કરોડ રૂપિયા છે.ચાલુ નાણાકીય વર્ષ(2020-21)ના બીજા ત્રિમાસિક(જુલાઈ-સપ્ટેમ્બર) ગાળામાં અદાણી ગ્રૂપની કુલ રેવન્યૂ 25 હજાર કરોડ રૂપિયા રહી. અદાણી ગ્રૂપની કુલ રેવન્યૂમાં અદાણી એન્ટરપ્રાઈઝની ભાગીદારી 37.25%, અદાણી પાવરની ભાગીદારી 35.17% રહી. અદાણી પોર્ટ્સની ભાગીદારી 13.69% રહી. ઉપરાંત અદાણી ગેસની ભાગીદારી 1.76% અને અદાણી ગ્રીન એનર્જીની ભાગીદારી 2.87% રહી. અદાણી ટ્રાન્સમિશનની ભાગીદારી પણ 9.22% રહી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *