દેશમાં 15 ગણું વધુ સંક્રમણ ફેલાવતો નવો ‘AP સ્ટ્રેન

ભારતમાં કોરોના વાયરસના વધતા કેસની વચ્ચે આંધ્ર પ્રદેશમાં નવો સ્ટ્રેન સામે આવ્યો છે. જેનું નામ છે એપી સ્ટ્રેન .હાલમાં વૈજ્ઞાનિક ભાષામાં તેને N440K સ્ટ્રેન કહેવાય છે. આ સ્ટ્રેનની સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર બાયોલોજી (સીસીએમબી) ના વૈજ્ઞાનિકોએ શોધ કરી છે. આ સ્ટ્રેનને લઈને એવુ મનાઈ રહ્યુ છે કે આ સ્ટ્રેન 15 ગણું વધુ સંક્રમણ ફેલાવે છે. જેના કારણે દર્દી લોકો 3 થી 4 દિવસમાં બીમાર થઈ જાય છે. કોરોના વાયરસનો નવો એપી સ્ટ્રેન N440K સ્ટ્રેન ઝડપથી વિકસી રહ્યો છે. તેનો ઇનક્યૂબેશન સમયગાળો અને બીમારી ફેલાવવાનો સમયગાળો ટૂંકોછે. તે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે .વિશાખાપટ્ટનમના જિલ્લા કલેકટર વી.વિનય ચંદે જણાવ્યુ હતુ કે, હાલ CCMBમાં અનેક સ્ટ્રેનોની તપાસ ચાલુ છે. ક્યો સ્ટ્રેન કેટલો ખતરનાક છે, તે ફક્ત CCMBના વૈજ્ઞાનિકો જ કહી શકશે. પરંતુ તે સાચું છે કે નવો સ્ટ્રેન મળ્યો છે. તેના નમૂનાઓ લેબોરેટરીમાં મોકલાયા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *