મમતાએ ત્રીજી વાર બંગાળના CMના શપથ લીધા

દેશની સૌથી હાઈપ્રોફાઈલ ચૂંટણી પં.બંગાળની રહી હતી જેમાં ટીએમસીએ બહુમતીથી જીતી લઈને મમતા બેનર્જીએ બુધવારે ત્રીજીવાર સીએમ તરીકે શપથ લીધા છે. મમતાના મંત્રીમંડળના લોકો 6 મેના રોજ શપથ લેશે, દીદીનો આ કાર્યક્રમ ટાઉન હોલમાં યોજાયો હતો. મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM તરીકે શપથ લઈ લીધી છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને હવે કોઈ સલામત સીટથી ચૂંટણી લડશે. આ પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર સીએમ પદહવના શપથ લીધા હતા

શપથ ગ્રહણમાં રાજ્યપાલ ધનખડેની મમતાને સલાહ આપતા કહ્યું હતું કે, રાજ્યમાં ચાલી રહેલી હિંસા તુરંત બંધ થવી જોઈએ. તેમની અપીલ બાદ મમતાએ પણ વળતો જવાબ આપતા કહ્યું છે કે, અત્યારે રાજ્યની વ્યવસ્થા ચૂંટણી પંચ પાસે હતી, હવે હું નવી વ્યવસ્થા શરૂ કરીશ. અત્યારે પ્રાથમિકતા કોવિડ સામે લડાઈ જીતવામાં છે. બંગાળની જનતા હિંસા પસંદ નથી કરતી. હિંસા ફેલાવનાર લોકોને છોડાશે નહી આજ પછી હિંસાની ઘટના ના થવી જોઈએ. રાજ્યપાલ જગદીશ ધનખડે કહ્યું કે, આશા છે કે, મમતા બેનરજી બંધારણનું પાલન કરશે. અમે ઈચ્છીએ છીએ કે, રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાનું પાલન થાય અને આ હિંસા તુરંત બંધ થવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *