ભારત સરકારનું 1.70 લાખ કરોડનું કોરોના પેકેજ જાહેર

કોરોના વાઈરસની મહામારીને લીધે દેશમાં અત્યારે 21 દિવસનું લોકડાઉન છે ત્યારે નબળા વર્ગને મદદ કરવા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રૂપિયા 1.70 લાખ કરોડ ના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ પેકેજ મારફતે ગરીબો માટે ખાદ્ય ચીજવસ્તુઓની વ્યવસ્થા કરાશે. DBT મારફતે જરૂરિયાતમંદોના ખાતામાં પણ પૈસા ટ્રાન્સફર કરાશે. ભારત સરકાર આ પેકેજ મારફતે એક નાગરિક પાછળ સરેરાશ આશરે 1200 રૂપિયા ખર્ચ કરશે એક બાદ એક કેન્દ્ર સરકાર દ્રારા પગલા લેવાઈ રહ્યાં છે અને તમામમાં ગરીબ વર્ગને પડતી મુશ્કેલીઓને ખાસ ધ્યાનમાં લેવાઈ રહી છે. જેને લઈને આગામી સમયમાં હજુ પણ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્રારા વધુ જાહેરાત કરાશે. કેન્દ્ર સરકાર કોરોના વાઈરસને લીધે સંકટનો સામનો કરી રહેલી કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાની મદદથી ભવિષ્યમાં જાહેરાત કરી શકે છે. આમ કરવાથી ભારતમાં રાહત પેકેજ મોટુ થઈ જશે અને પ્રતિ વ્યક્તિ મદદનો આંકડો પણ વધી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *