મુંબઈનાં અંધારી આલમના માફિયા ઈકબાલ મિરચી સાથે મની હવાલા કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા દીવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ (ડીએચએફએલ)ના સીએમડી કપિલ વાધવાનની ધરપકડ કરાઈ છે. ઈડીએ કરેલી તપાસમાં મુંબઈમાંથી અંદાજીત 200 કરોડની પ્રોપર્ટી ખરીદવામાં આવી હતી જેમાં ઈકલાબ મિરચી અને કપિલ વાધવાન વચ્ચે નાણાકીય વ્યવહારો કરાયાં હતા. સન બ્લીન્ક નામની કંપનીએ પણ ડીએચએફએલ વતી મીરચીને લોન આપી હોવાની માહિતી ઈડી સુત્રો તરફની બહાર આવી હોવાની ચર્ચા છે. હાલમાં ગેન્ગસ્ટર ઈકબાલ મિરચી અને અન્યો સામે ઈડી મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે, જેમાં વાધવાનની સંડોવણી બહાર આવી છે. ઈકબાલ મિરચીની મુંબઈની મિલકતો ગુનાખોરીમાંથી પ્રાપ્ત નાણાંમાંથી ખરીદી કરવામાં આવી હોવાનું ઈડી માની રહી છે, જેની તપાસ ચાલુ છે. ઈડી હવે કપિલ વાઘવાનને કોર્ટમા રજુ કર્યા બાદ વધુ માહીતી ભેગી કરી રહી છે.