આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનમાં હવે દવાઓનો પુરવઠો ખતમ થવાના આરે! ફાર્મા કંપનીઓએ હાથ અધ્ધર કર્યાં

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની પ્રજા પર હવે બમણો માર પડી રહ્યો છે. આતંકવાદના માર્ગે પાકિસ્તાન સંપૂર્ણપણે કંગાળ થઈ ચુક્યું છે. બે ટંક ભોજન માટે સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાનની પ્રજા હવે દવાઓ વગર તડપી રહી છે. દેશમાં દવાઓનો સ્ટોક ખતમ થવા જઈ રહ્યો છે.

પાકિસ્તાન મીડિયાના અહેવાલ પ્રમાણે ઓપરેશન થિએટરમાં હૃદય, કેન્સર તથા કિડની સહિત સંવેદનશીલ સર્જરી માટે આવશ્યક એનેસ્થેટિક્સનો બે સપ્તાહથી પણ ઓછા સમય ચાલે એટલો સ્ટોક બચ્યો છે.

હકીકતમાં પડોશી દેશમાં વિદેશી હૂંડિયામણની ભારે અછત વચ્ચે આવશ્યક દવાઓ અને દવા ઉત્પાદન માટે સામગ્રીને ભારે અસર થઈ છે. તેને પગલે સ્થાનિક દવા ઉત્પાદક કંપનીઓ તેમના ઉત્પાદનોને ઓછું કરવા માટે મજબૂર થયા છે. આ દેશમાં દવાઓની અછતને લીધે પાકિસ્તાનના ડોક્ટરોએ ઓપરેશન કરવાનું બંધ કર્યું છે, જેને લીધે હોસ્પિટલમાં દર્દીઓ ખૂબ જ મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

બે સપ્તાહથી ઓછો સમય ચાલે એટલો સ્ટોક
પાકિસ્તાનના મીડિયા અહેવાલ પ્રમાણે સર્જરી માટે આવશ્યક એનેસ્થેટિક્સનો બે સપ્તાહ ચાલે એટલો જથ્થો પણ નથી. પાકિસ્તાન મીડિયા અહેવાલ પ્રમાણે પાકિસ્તાનમાં દવા નિર્માણ કંપનીઓએ ધમકી આપી છે કે તેઓ ઉત્પાદન બંધ કરીશકે છે. આ કંપનીઓનું કહેવું છે કે US ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઐતિહસિક ઘટાડાને પગલે ઉત્પાદનના પડતર ખર્ચ વધી ગયો છે.

દવા કંપનીઓએ હાથ ઊંચા કરી દીધા
દવા ઉત્પાદક કંપનીઓનું કહેવું છે કે આગામી 7 દિવસથી વધુ સમય માટે દવાના જથ્થાનું ઉત્પાદન કરવું અને તેને ઉપલબ્ધ કરાવવો તેમના માટે સંપૂર્ણ અશક્ય છે. પાકિસ્તાનની દવા કંપનીઓ આશરે 95 ટકા રોમટેરિયલની આયાત કરે છે. તે આ કાચામાલની ભારત તથા ચીન સહિત અનેક દેશોમાંથી આયાત કરે છે. ભારત સાથે સંબંધ ખરાબ થયા હોવાથી આયાત પર પ્રતિબંધ લાગેલા છે. માટે ભારતમાંથી ઉપલબ્ધ બનતા સામાનને અન્યત્રથી મોંઘા ભાવથી મંગાવવા પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *