જીમમાં જવા માટે કહી પત્નિ જુગાર રમવા માટે જતી હતી

રંગીલા રાજકોટમાં એક પત્ની જીમમાં જવાના બહાને જુગાર રમવા જતી હોવાની અને જુગારમાં 12 લાખ રુપિયા હારી જવાની ઘટના સામે આવી છે આ અંગેની ફરિયાદ ખુદ તેના પતિએ જ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં લખાવી છે. રાજકોટના અંકિત ભીમાણી નામના કરિયાણાનો વેપારી મેઘાણીનગરમાં રહે છે. નવરાત્રિમા તેની પત્ની કહ્યા વગર પોતાના પિયર જતી રહી હતી. જેના બાદ ખબર પડી કે જીમમાં જવાના બહાને જુગાર રમતી હતી જેમાં રૂ.૧૨ લાખ રૂપિયા હારી ગઈ હતી. જો કે આ વાતની જયારે બહાર આવી કે એક મહિલા અંકિતભાઈ પાસે ઉઘરાણી કરવા આવ્યા ત્યારે ખબર પડી કે આખો મામલો જીમનો નહી પણ જુગારનો છે. એટલુ જ પતિએ ઘરમાં રહેલો કબાટ ચેક કર્યો ત્યારે ખબર પડી કે અંદરના દાગીના વેચી માર્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *